વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ અને ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૪૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને ૦૯જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રની ૧૮૫ જેટલી સેશન સાઈટ પરથી ૧૫ થી ૧૮ની વય જૂથના બાળકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુલ ૧,૦૫,૫૭૮ જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.