સુરતના ગોડાદરા ગામમાં ગાયનું કપાયેલુ માથું મળતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ, તોડફોડ અને આગચંપી

સોમવાર, 30 જાન્યુઆરી 2017 (15:47 IST)
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગૌ હત્યાને લઇને મામલો બીચકાયો છે. લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાતાં પોલીસ સાથે સંઘર્ષ થતાં સ્થિતિ વણસી છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરતાં છેવટે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના 35 જેટલા સેલ છોડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  
 
રસ્તા પર ગાયનું કપાયેલું માથું મળી આવતા લોકો વિફર્યા છે. ભાવનાપાર્ક સોસાયટીમાં અજાણ્યા ઈસમોની કરતૂત પછી સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગોળાદરા વેપારી મંડળે સ્વયંભૂ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો બીજી તરફ લોકો વિફરતાં તંગદીલી સર્જાઇ હતી. આ ઘટના પછી લોકો સ્વયંભૂ બહાર નીકળી આવ્યા હતા અને તોડફોડ કરી આગચંપી કરી હતી. જેને પગલે પોલીસે ટીયર ગેસના 35 જેટલા સેલ છોડવા પડ્યા હતા. ટિયર ગેસના સેલ છોડ્યા હતા. લોકો વધુ ઉગ્ર બનતાં પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો. જેમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકોએ ચિકનની દુકાનોમાં તોડફોડ કરી હતી અને સામાન બહાર કાઢી સળગાવાનો પ્રયાસ કર્યો હતો. લિમ્બાયત પોલીસ અત્યારે ઘટનાસ્થળે છે. 

વેબદુનિયા પર વાંચો