18 હજારમાંથી 13 હજાર ગામોમાં 100 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો; રાજ્યમાં હવે 71 લાખ લોકો જ રસી નથી લીધી

સોમવાર, 4 ઑક્ટોબર 2021 (11:46 IST)
ગુજરાતમાં રવિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 62,842 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. સંપૂર્ણ રસીકરણ માટે હવે માત્ર 71 લાખ લોકોને રસી આપવાની બાકી છે. રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રસી માટે લાયક 18 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 4.91 કરોડ છે. જેમાંથી 4.22 કરોડ લોકોએ પ્રથમ ડોઝ મેળવી લીધો છે. એટલે કે 71 લાખ લોકો હજુપણ રસીનો એકપણ ડોઝ મેળવ્યો નથી. ગુજરાતમાં રસીકરણ માટે પાત્ર 18 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા કુલ 4.91 કરોડ છે.રાજ્યના આરોગ્ય વિભાગે સઘન કોરોના રસીકરણ ઝુંબેશ આદરીને 4.22 લાખ કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 1.92 લાખ કરોડને બીજો ડોઝ આપી દીધો છે. આ સાથે બન્ને ડોઝ મળીે રાજ્યમાં કુલ 6.14 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યના જિલ્લાઓમાં કુલ 82.7 ટકા તેમજ કોર્પોરેશન વિસ્તારોમાં 93.9 ટકાને પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. રાજયના કુલ 18,215 ગામોમાંથી 13 હજાર કરતા વધુ ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. 13788 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર