અમદાવાદની શેલા ક્લબ O7 પાસે રોડ બેસી ગયો, વિકાસ મોડેલનો ફૂગ્ગો ફૂટ્યો

સોમવાર, 1 જુલાઈ 2024 (13:03 IST)
monsoon
ચોમાસું શરૂ થતા જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ભૂવો પડ્યો, ક્યાંક ગટરો ઊભરાવા જેવી અનેક સમસ્યાઓ સામે આવતી જ રહે છે. ત્યારે શહેરના પ્રીમિયમ એરિયા શેલામાં આવેલ ક્લબ O7 રોડ તંત્રની બેદરકારીના કારણે ચર્ચામાં આવ્યો છે. ક્લબ O7 રોડ પરની સ્કાય સિટીના ગેટ સામે એટલો મોટો ભૂવો પડ્યો છે કે જેમાં આખેઆખી ટ્રક સમાઈ જાય.અમદાવાદનો શેલા વિસ્તાર કે જ્યાં પ્રોપર્ટીનો ભાવ કરોડોમાં બોલાય છે,ત્યાંય પાયાની સુવિધાઓને લઈને તંત્ર બેદરકાર છે. અહીં ભૂવા પડે, એ ગ્રેડની સોસાયટીઓમાં ગટરના પાણી ઊભરાઇ આવે છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે અવારનવાર સાંભળ્યું હશે કે શહેરના પૂર્વ વિસ્તારમાં ગટરો ઊભરાઇ, રોડ બેસી ગયો પરંતુ હવે તો પોશ વિસ્તારમાં પણ આવી સ્થિતિ સર્જાવા લાગે તો પછી આને સ્માર્ટ સિટી કઇ રીતે કહેવાય?આખરે તંત્ર ક્યાં સુધી આવી લાલિયાવાડી ચલાવતું રહેશે. શું જનતાએ ભરેલા ટેક્સનું આ છે વળતર? AMCના અધિકારીઓ કેમ આ મામલે ચૂપ છે? સદનસીબે જો ભૂલથી કોઇ દુર્ઘટના સર્જાઇ તો જવાબદાર કોણ ગણાશે. આખરે ક્યાં સુધી સ્થાનિકોએ આ સમસ્યાનો સામનો કરવો પડશે? ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે જલ્દીમાં જલ્દી કંઇ નિવેડો લાવે છે કે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર