ચોમાસુ ૨૦૧૭ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા

શનિવાર, 15 જુલાઈ 2017 (16:03 IST)
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદે બરાબરના ઝપટમાં લીધા છે. આ વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે અને ચોટીલામાં અઢાર ઇંચ, ટંકારામાં તેર ઇંચ જેટલો વરસાદ ચોવીસ કલાકમાં વરસી ગયો છે હજુ વરસાદી માહોલ તો છે જ. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહ્યું અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ચોટીલા તાલુકામાં ૪૫૦ મી.મી. એટલે કે ૧૮ ઇંચ જેટલો, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ૩૪૦ મી.મી. એટલે કે ૧૩ ઇંચથી વધુ, ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડામાં ૨૬૦ મી.મી. એટલે કે, ૧૦ ઇંચથી વધુ, રાજકોટ જિલ્લાના રાજકોટમાં ૨૩૮ મી.મી. એટલે કે નવ ઇંચથી વધુ અને  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ૧૪૪મી.મી. રાજકોટ જિલ્લાના પડધરીમાં ૧૫૯ મી.મી. અને મૂળીમાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૫/૦૭/૨૦૧૭ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૨૦ તાલુકાઓમાં ત્રણ થી અઢાર ઇંચ જ્યારે અન્ય ૧૦૯ તાલુકાઓમાં બે ઇંચથી અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાત દાંતા તાલુકામાં ૧૩૦ મી.મી., પોશીનામાં ૧૩૭ મી.મી., કલોલમાં ૧૩૩ મી.મી., વાંકાનેરમાં ૧૩૭ મી.મી., જામનગરમાં ૧૨૪ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ જ્યારે ડીસામાં ૧૧૭ મી.મી., બાલાસિનોરમાં ૧૦૭ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

    રાજ્યના અમીરગઢ તાલુકામાં ૯૫ મી.મી., દાંતીવાડામાં ૯૨ મી.મી., ખેડબ્રહ્મામાં ૮૨ મી.મી., વીજયનગરમાં ૮૩ મી.મી., દહેગામમાં ૮૦ મી.મી., ઇડરમાં ૭૩ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને અંજારમાં ૬૮ મી.મી., ધાનેરામાં ૬૦ મી.મી., સુઇગામમાં ૫૬ મી.મી., વડગામમાં ૪૮ મી.મી., બાવળામાં ૪૮ મી.મી., કઠલાલમાં ૫૧ મી.મી., સોજીત્રામાં ૪૮ મી.મી., ઊંઝામાં ૫૧ મી.મી., ધનસુરામાં ૪૮ મી.મી., ગાંધીનગરમાં ૬૭ મી.મી., લુણાવાડામાં ૫૭ મી.મી., સિદ્ધપુરમાં ૬૬ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  


    આ ઉપરાંત રાજ્યના ગાંધીધામ, લખપત, નખત્રાણા, રાપર, હારીજ, પાટણ, સાંતલપુર, સરસ્વતી, શંખેશ્વર, કાંકરેજ, લાખણી, પાલનપુર, થરાદ, જોટાણા, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, વીજાપુર, વીસનગર, પ્રાંતિજ, વડાલી, માણસા, અમદાવાદ શહેરા, ધોળકા, વીરમગામ, મહેમદાવાદ, મહુધા, આણંદ, ખંભાત, પેટલાદ, ડભોઇ, વડોદરા, હાલોલ, શહેર, સંતરામપુર, લખતર, જસદણ, જામકંડોરણા, કોટડા-સાંગાણી, વીંછીયા, જોડીયા, ભાણવડ, ઉના, સાગબારા, નીઝર, પારડી મળી કુલ ૪૬ તાલુકઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૫૧ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૩.૪૦ ટકા જેટલો નોંધાયો છે.

વેબદુનિયા પર વાંચો