પીએમ મોદીજીનો નવો મંત્ર મહિલા વિકાસ નહી હવે મહિલા નેતૃત્વ

શુક્રવાર, 4 મે 2018 (11:25 IST)
કર્ણાટકમાં રાજનીતિક હલચલ વધી રહી છે. કારણ કે અહી થનારી વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર 8 દિવસ જ બાકી છે. આવામાં તમામ રાજનીતિક દળ વચ્ચે હરીફાઈ વધી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાજપા માટે અહી સભાઓમાં સામેલ થઈ રહ્યા છે. આ માટે તેમણે આજે નમો એપ દ્વારા રાજ્યને સીધુ મહિલા મોરચા સાથે જોડ્યુ છે 
 
વડાપ્રધાને મહિલાશક્તિને લઈને કહ્યું હતું કે, આજે દેશ મહિલાના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. અમારા અને અમારી પાર્ટી માટે મહિલા ફર્સ્ટ છે. જો અમારી કેબિનેટ પર નજર કરવામાં આવે તો જોવા મળશે કે મહિલાઓને તેમની ક્ષમતા અનુંસાર જવાબદારીઓ સોંપવામાં આવી છે. થોડા સમયથી સોશિયલ મીડિયા પર સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારમણની દુનિયાના પુરૂષો વચ્ચેના ફોટો ખુબ જ છવાઈ ગયા. જે દર્શાવે છે કે, અમે મહિલાઓને કેટલું મહત્વ આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે.
 
તેમણે કહ્યુ કે અમે કર્ણાટકમાં ચૂંટણી જીતીશુ પણ મારે માટે મોટી વાત છે પોલિંગ બૂથ જીતવુ. જો અમે પોલિંગ બૂથ જીતીએ છીએ તો દુનિયાની કોઈ તાકત અમને હરાવી શકતી નથી.  ઘર ઘર જઈને કોંગ્રેસ સરકારના ખોટા વચનનો પર્દાફાશ કરવો પડશે.  આ માટે મહિલા મોરચા કાર્યકર્તાને આગળ આવવુ પડશે.  દરેક દેશના વિકાસ માટે અપીલ કરવાની છે. આ કામ અમારી મહિલા મોરચાની સદસ્ય કરશે.  તેમણે કહ્યુ કે વિશ્વસનીયતા મહત્વની હોય છે અને આ માટે મહિલાઓ ખૂબ અવ્વલ રહી છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર