આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૩ વર્ષના યુવકને ઓમીક્રોન વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા છેલ્લા ત્રણ દિવસથી તેમને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ રખાયા હતા. અને તેમનું સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવતાં આજ રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટાન્ઝાનિયાના આ યુવકની રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. રાજકોટના નાગરિકોને કોરોનાથી બચાવ માટે સાવચેતીના પૂરતા પગલાં લેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.