હવે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનુ વર્ષ નહી બગડે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

સોમવાર, 20 જૂન 2022 (12:30 IST)
વિદ્યાર્થીઓના હિતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે 6 મહિનામાં જ પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.  હવેથી દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. એટલે કે, કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 મહિનાની અંદર જ લેવામાં આવશે. એટલે હવે તેણે આખું વર્ષ રાહ જોવી પડશે નહી. કુલપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અગાઉ 150 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી. 
 
આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ પદવીદાન સમારોહ થાય ત્યારે જ ડિગ્રી મળતી હતી. જેના કારણે અંદાજે લગભગ 5,000 જેટલા વિદ્યાર્થીઓએ આગળ નોકરી મેળવવા માટે યુનિવર્સિટીમાં 150 રૂપિયા ફી ભરી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ  કઢાવવું પડતું હતું, પરંતુ તેની સામે આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ  આપવા નિર્ણય કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર