લોક ગાયક કીર્તિદાન ગઢવી વિવાદમાં સપડાયા, જાહેરમાં માફી માંગે

શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (16:36 IST)
ગુજરાતના જાણિતા જાણિતા લોક ગાયક કિર્તીદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચેતન નાયક નામના યુવકે આરોપ લગાવ્યો છે કે કિર્તીદાન ગઢવીએ ડાયરામાં ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવો વાણી વિલાસ કર્યો હતો. સમાજ વતી ચેતન નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિત અરજી આપી છે. 
 
મળતી માહિતી અનુસાર કિર્તીદાન ગઢવીએ ડાયરામાં નાયક ભોજક સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પાટણના નાયક સમાજના આગેવાન દ્વારા આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ પેટે અરજી દાખલ કરવામાં આવી છે આ અંગે અંગે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવા કહેવામાં આવ્યું છે. 
 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આ સુપ્રસિદ્ધ અને લોકલાડીલા ગાયક કિર્તીદાન ગઢવીનો થોડા સમય પૂર્વે એક કાર્યક્રમ હતો. મોટી સંખ્યામાં લોકજુવાળ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.  ત્યાં કિર્તીદાન ગઢવીએ ભોજક સમાજ વિશે એક ઉચ્ચારણ કર્યું હતું. અને કીર્તીદાનના આ ઉચ્ચારણ વિરુદ્ધ ભોજક સમાજમાં રોષ ફેલાયો હતો. જેને પગલે પાટણમાં કિર્તીદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને  ભોજક સમાજે કિર્તીદાન ગઢવી પાસે માફીની માગ કરી હતી. ત્યારબાદ ભોજક સમાજે પાટણ અને મહેસાણામાં કિર્તીદાન ગઢવીનો વિરોધ કર્યો હતો અને કલેક્ટરને મળીને ભોજક સમાજે એક આવેદનપત્ર આપીને માંફીની માંગણી કરી હતી.
 
આ સમગ્ર મામલે કિર્તીદાન ગઢવી જાહેરમાં સમાજની માફી માંગે તેવી તેમને અપીલ કરવામાં આવી છે. જો તેઓ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર