પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 13 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરશે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સંકલિત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા પ્રસ્તુત સમન્વય પર પણ ધ્યાન આકર્ષિત કરશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે અને તેમાં સંભવિત રોકાણકારો, ઉદ્યોગ નિષ્ણાતો અને સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયોની ભાગીદારી જોવા મળશે. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.