આ પ્રસંગે મંદિર પ્રશાસન, સેવા સંચાલકો, નગરપાલીકા દ્વારા કરવામાં આવતી સુચારુ વ્યવસ્થાની કામગીરી કલેકટરશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિક ભક્તોનું પ્રમાણ વધુ છે અને ભક્તો તથા પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજજ છે.
આ પ્રસંગે રેન્જ આઇ.જી શ્રી વી. ચંદ્રશેખર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર. રાણા , ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.આર.બાજપેયી, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એસ. પટેલ પ્રાંત અધિકારીશ્રી રિધ્ધિબેન શુકલ, મામલતદારશ્રી, સહિત અન્ય મંદિરના સેવકો ભાવિ ભક્તો ઉપસ્થિત રહયા હતા