હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહે વિગત આપતાં જણાવ્યું હતું કે બાળકનાં માતા-પિતાને પણ લગભગ આ બાબત જાણ હતી અને એટલે સિવિલમાં રિફર કરાયું હતું. બાળકને યુ.એન. મહેતામાં રિફર કરાયું છે, જ્યાં સર્જરી કરીને શરીરમાં યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાશે. બાળક ઓપરેશન રૂમ સુધી ન પહોંચે ત્યાં સુધી હૃદયની બહારની સપાટી સૂકાય નહિ અને અને ઇન્ફેક્શન ન લાગે એની કાળજી લેવી પડે છે. તેમણે ઉમેર્યું હતું કે મહદંશે આવી સર્જરીમાં અત્યારે સફળતા મળી રહી છે.