રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, તો આ તરફ ગુજરાતમાં પણ પાણીનું સંકટ સર્જાઈ શકે તેવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં જોઈએ એવો વરસાદ ન થતા મોટા ભાગના ડેમમાં પાણી આવક થઈ નથી જેથી મોટા ભાગના ડેમ ખાલી થવાની કગાર પર આવી ગયા છે જેથી પાણીની સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના અનેક શહેરો પર જળ સંકટ તોળાઈ રહ્યું છે.
રાજકોટ શહેરે ઉનાળાના સમયમાં દર વર્ષે પાણીના સંકટનો સામનો કરવો પડે છે. દર વર્ષે રાજકોટની પ્રજા પાણીની તંગીનો સામનો કરતી હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની સીઝનમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે. રાજકોટના મહક્વના ડેમોમાં પાણીનો જથ્થો પૂરો થવા આવ્યો છે. હવે રાજકોટની જનતાએ પાણી માટે નર્મદાના નીર પર આધાર રાખવો પડશે.
રાજ્યના 4 ડેમની હાલત તો તળિયાઝાટક જેવી જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમ એવા છે જેમાં સરેરાશ 24 ટકા પાણી બચ્યું છે. આ તરફ કચ્છના 20 ડેમમાં 22.88 પાણી બચ્યું છે. રાજ્યમાં આ વખતે જોઈએ એવો વરસાદ પડ્યો નથી જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને પાકને લેઈને ચિંતા સતાવી રહી છે ખેડૂતો પાકમાં પાણીની સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહેતા હોય છે પરતું જુલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાઈ ગયો છે જો કે કેટલીક જગ્યાએ હળવા વરસાદ ઝાપટા પડે છે પરતું ગુજરાતમાં હજુ પણ પૂરતા વરસાદ ન પડતા વરસાદની 44 ટકા ઘટ જોવા મળી રહી છે.