ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

બુધવાર, 22 મે 2024 (14:32 IST)
Jethabhai Bharwad
લોકસભાની ચૂંટણી બાદ IFFCO અને NAFEDની ચૂંટણી યોજાઈ હતી. IFFCOમાં ચેરમેન તરીકે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી બિનહરીફ જીત્યા હતાં. જયારે પક્ષના મેન્ડેડની સામે ફોર્મ ભરીને ઉમેદવારી કરનાર જયેશ રાદડીયાએ બિપિન ગોતા સામે જીત હાંસલ કરી હતી. ત્યાર બાદ NAFEDની ડિરેક્ટરની ચૂંટણીમાં પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિન હરિફ જીત્યા હતાં. હવે NAFEDના ચેરમેન તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. 
 
જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી
નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે ગઈકાલે  દિલ્હીમાં મતદાન થયું હતું. આ ચૂંટણીમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું હતું. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.ડિરેક્ટરની ચુંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી. જે બાદમાં જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બની હતી. નોંધનિય છે કે, નાફેડમાં કુલ 21 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરતા હોય છે. જોકે જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બનતા નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી છે. 
 
6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા
જેઠા ભરવાડ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે. વર્ષ 1998થી વર્ષ 2022 એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ સાથે જેઠા ભરવાડ હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ સાથે સહકારી ક્ષેત્રના મોટા ચહેરાઓમાં જેઠા ભરવાડનું નામ હોવાની સાથે તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. આ સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને ડેરીના ચેરમેન પદે પણ હાલમાં કાર્યરત છે.પંચમહાલ ડેરીમાં ભાજપના જ નેતા ભૂપેન્દ્રસિંહ સોલંકીને હરાવીને ચેરમેન બન્યા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર