પ્રેમીને પામવા માટે પ્રેમિકા પહોંચી સરહદને પાર

મંગળવાર, 21 જૂન 2022 (15:30 IST)
આજકાલના સગીર બાળકો નાસમજ વયના આકર્ષણને પ્રેમ સમજીને એવા વિચિત્ર પગલા ભરે છે કે સાંભળીને દુખ થાય છે. અને કદાચ તેઓ મોટા થઈને યાદ કરશે તો તેમને પણ પોતાની આવી નાસમજી પર ગુસ્સો જરૂર આવશે. આવીજ એક ઘટના અમદાવાદમાં  બની છે. યુવાન અને કિશોરીને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. જેથી કિશોરી પાકિસ્તાન  બોર્ડર સુધી જતી રહી હતી. જોકે, કિશોરીની ઉંમર 18 વર્ષની ન હોવાને કારણે પોલીસે કાર્યવાહી કરીને તેને પાછી લાવવામાં આવી છે. આ સાથે પોલીસે તે યુવકની ધરપકડ પણ કરી લીધી છે.
 
પોલીસ ગિરફતમાં આવેલો આ યુવકનું નામ રોહિત છે. રોહિત અને તેના પિતા બન્નેને મેઘાણીનગર પોલીસે ઓપરેશન પાર પાડીને ધરપકડ કરી લીધી છે. જોકે, તમને જણાવી દઈએ કે, હાઇકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કિશોરીની ઉંમર માત્ર 17 વર્ષની છે અને રોહિત 18 વર્ષનો છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર