કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રાખવા હૂકમ
સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા,નખત્રાણા સહિત 9 ગામોની બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે. લખપત અને અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીકનાં ગામોની બજારો સંભવિત ચક્રવાતને લઇ સલામતીના ભાગરૂપે તારીખ 14થી 16 એમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવા કચ્છના કલેકટર અમિત અરોરાએ જાહેરનામુ બહાર પાડ્યું છે.જોકે દૂધ, શાકભાજી અને મેડિકલ જેવી જરૂરિયાતના વ્યવસાય ચાલુ રહેશે.