- બનાસકાંઠા જિલ્લામાં થરાદ- ડીસા હાઈવે પર ખોરડા પાસે અકસ્માત
- મૃતકોમાં પતિ,પત્ની, પુત્ર અને પુત્રવધૂનો સમાવેશ
- તમામ લોકો એક સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા
મૃતકોમાં પતિ,પત્ની, પુત્ર અને પુત્રવધૂનો સમાવેશ
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં થરાદ- ડીસા હાઈવે પર ખોરડા પાસે પુરપાટ આવી રહેલા ડમ્પરે કારને અડફેટે લીધી હતી. ડમ્પરની ટક્કરથી કારના ફૂરચે ફૂરચા બોલી ગયાં હતાં અને કારમાં બેઠેલા એક જ પરિવારના ચાર લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. તમામ મૃતકો વાવ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.મૃતકોમાં પતિ,પત્ની, પુત્ર અને પુત્રવધૂનો સમાવેશ થાય છે.
ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા
કારમાં બેઠેલા તમામ લોકો એક સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. અકસ્માતની ઘટનાના પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે તમામ મૃતકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. પૂર્વમંત્રી કીર્તિસિંહ વાઘેલા પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.