સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ 25મી ઓક્ટોબર 2021ના રોજ, મેસર્સ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના પત્ર નંબર: BBIL/RA/21/567ના જવાબમાં કોવેક્સિન (હોલ વિરિયન, નિષ્ક્રિય કોરોનાવાયરસ રસી)ની શેલ્ફ લાઈફ 9 મહિનાથી 12 મહિના સુધી વધારવાની મંજૂરી આપી છે.
એ જ રીતે, રાષ્ટ્રીય નિયમનકાર દ્વારા કોવિશિલ્ડની શેલ્ફ લાઇફ 22 ફેબ્રુઆરી 2021ના રોજ 6 મહિનાથી વધારીને 9 મહિના કરવામાં આવી છે. રસીની શેલ્ફ લાઇફ રાષ્ટ્રીય નિયમનકાર દ્વારા રસી ઉત્પાદકો દ્વારા આપવામાં આવેલ સ્થિરતા અભ્યાસ ડેટાના વ્યાપક વિશ્લેષણ અને પરીક્ષાના આધારે લંબાવવામાં આવે છે.