ગુજરાતમાં કોરોનાના કેસની રોજને રોજ નવી નવી તોફાની આંધી આવી રહી છે. જેને જોતા હવે દરેક લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર પણ વધુ સાબદુ થઈ ગયુ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 734 કેસ, ભાવનગરમાં 587 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 13 લોકોના મોત થયા છે 10,310 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,048,888 સુધી પહોંચી ગઈ છે.કોરાનાગ્રસ્ત કુલ 156 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર જ્યારે અત્યાર સુધી કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10,199 મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે અને 10 હજાર 310 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો.
રાજ્યમાં આજે 24485 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?