Bharuch Rape Murder Case : ઝઘડિયા દુષ્કર્મ પીડિતાનું મોત, હેવાનિયતની હદ એટલી હતી કે ગુપ્તાંગમાં નાખેલો લોખંડનો સળિયો આંતરડા સુધી પહોંચી ગયો હતો

મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (10:30 IST)
Bharuch Rape Murder Case: ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવી ઘટના પ્રકાશમાં આવી છે. ઝઘડિયામાં 16મી તારીખે બપોરના સમયે પાડોશમાં રહેતો યુવાન 10 વર્ષીય સગીરાને અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જયાં દિવાલની પાછળ તેની સાથે અમાનુષી કૃત્ય કર્યું હતું. તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતાં તેને ગંભીર હાલતમાં પહેલાં ભરૂચ અને બાદમાં વડોદરા ખસેડી હતી જ્યાં 8 દિવસની સારવાર બાદ તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.   દુ:ખની વાત એ છે કે આ નરાધમે લગભગ એક મહિના પહેલા પણ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે માતાએ દીકરીને સમાજમાં બહુ બદનામી થશે તેમ કહીને ચૂપ કરી દીધી.
 
વડોદરા તેને લઇ જવામાં આવ્યાં બાદથી લગભગ 6 દિવસથી તે વેન્ટીલેટર પર હતી. ત્યાં તેની સ્થિતી કેવી હતી તે હું જાણતી ન હોઇ કહીં શકુ નહીં. બાળકીના આંતરડા સુધી થયેલી ગંભીર ઇજાઓનું ઇન્ફેક્શન શરીરમાં પ્રસરી જતાં તેનું કાર્ડિયેક ફેલ થયું એવું સોશિયલ મીડિયા પર તબીબના ઇન્ટર્વ્યુથી જાણ્યું છે. બાળકીએ રિબાય રિબાઇને 8 દિવસ કાઢ્યાં બાદ આખરે જીંદગી સામેનો જંગ હારી ગઇ. - ડો. ઝીલ શેઠ, ગાયનેક, ભરૂચ
 
વડોદરાની હોસ્પિટલે જણાવ્યું હતું કે આંતરિક ઇજાઓને કારણે યુવતીને બે હાર્ટ એટેક આવ્યા હતા. આ ઉપરાંત તે સેપ્સિસનો શિકાર પણ બની હતી. આ એક રોગ છે જેમાં શરીર ચેપ પર ખોટી રીતે પ્રતિક્રિયા આપે છે. ચેપ સામે લડતી પ્રક્રિયાઓ શરીરમાં પ્રભુત્વ ધરાવે છે, જેના કારણે લીવર, ફેફસાં અને કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે. પોલીસનું કહેવું છે કે આરોપી પણ ઝારખંડનો રહેવાસી છે. તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી વડોદરાની હોસ્પિટલે મૃત્યુની પુષ્ટિ કરી છે ત્યારથી બાળકીનો પરિવાર રડી રહ્યો છે. માતા-પિતા છેલ્લા 8 દિવસથી ICUની બહાર હાજર હતા.
 
હેમંત સોરેને પરિવાર સાથે કરી વાત
જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના 16 ડિસેમ્બરે થઈ હતી. જે બાદ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બીજા જ દિવસે ભરૂચ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. યુવતીના શરીર પર આંતરીક ઇજાના કારણે તેણીની ભરૂચમાં બે સર્જરી કરવી પડી હતી. ત્યારબાદ તેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેનો જીવ બચાવી શકાયો ન હતો. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી તેના પરિવાર સાથે ભરૂચમાં પરપ્રાંતીય કોલોનીમાં રહેતી હતી. પરિવાર અહીં મજૂરી કામ કરતો હતો. ઝારખંડના સીએમ હેમંત સોરેને પણ આ મામલે સગીરાના પરિવાર સાથે વાત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર