અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ હેઠળનો બ્રિજ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત

બુધવાર, 6 નવેમ્બર 2024 (09:07 IST)
Ahmedabad-Mumbai bullet train project
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 3 થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. આણંદનાં વાસદ પાસે દુર્ઘટના બની હતી.

 
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી મહીસાગર નદીના નજીક આણંદ તાલુકાના વાસદ નજીક રાજપુરા ખાતે ચાલી રહી છે. એ અંતર્ગત આજે મહીસાગર બ્રિજ ઉપર લોખંડની ગડર નાખવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક ગડર તૂટી પડતાં કોંક્રીટનો સામાન પુલ ઉપરથી નીચે પડ્યો હતો, જેને કારણે પથ્થરો તૂટી પડતાં ચાર મજૂર દટાયા હતાં. ચાર પૈકી ત્રણના મોત થયા છે. જ્યારે એક સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
 
આના પર, સ્થળ પર ઉપલબ્ધ ક્રેન અને એક્સેવેટરને એકત્ર કરીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકો, રાજ્ય પ્રશાસન, પોલીસ વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી. ચારેય કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એકની સારવાર ચાલી રહી છે. જ્યારે ત્રણને મૃત જાહેર કરાયા હતા.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવારના બે સભ્યોને 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા પેમેન્ટ આપવામાં આવી છે અને એકને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા આપવામાં આવી રહી છે. થાંભલા માટે ખોદકામનું કામ 610 મીટર છે. જેમાંથી 582 મીટરનું ખોદકામ પૂર્ણ થયું છે. હાલ ત્રણ થાંભલામાં બાકીના 28 મીટર ખોદકામનું કામ ચાલુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર