સુરતના પુણામાં પાલિકાની શાળાના વિકૃત આચાર્યએ સ્ટાફરૂમમાં વિદ્યાર્થીને નગ્ન કરીને ઊંધો સુવડાવ્યો

શુક્રવાર, 15 જુલાઈ 2022 (09:39 IST)
સુરતના પુણામાં આવેલ 300 નંબરની સ્કૂલમાં આચાર્ય સામે વિદ્યાર્થીઓની જાતીય સતામણીનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. સતામણીનો વીડિયો પણ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો છે. વિપક્ષે પત્રકાર પરિષદ કરી નગ્ન હાલતમાં વિદ્યાર્થીઓ સાથે અડપલા કરતો વિકૃત આચાર્યની કરતૂતનો વીડિયો જાહેર કરતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના ત્રણ મહિના પહેલાની હોવા છતાં માનસિક વિકૃત આચાર્ય સામે ફોજદારી, સસ્પેન્ડ સહિતની કડક કાર્યવાહી કરવાને બદલે શિક્ષણ સમિતિના કારભારીઓએ આચાર્યની બદલી કરીને શિક્ષણ સમિતિની લાજ બચાવવાની કોશિશ કરી છે. વિપક્ષે આ ઘટના બાબતે શાસકોને એફઆઈઆર કરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. એફઆઈઆર નહીં થાય તો આપ પોલીસ કમિશનરને પુરાવા સાથે ફરિયાદ આપશે. આચાર્યના લેપટોપની તપાસ કરવામાં આવે તો હજુ ચોંકાવનારા અન્ય વીડિયો પણ સામે આવી શકે. આચાર્યનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો.એક વીડિયો 54 સેકન્ડ અને બીજો એક 2.12 મિનિટનો છે. એક વીડિયોમાં સ્ટાફ રૂમ જેવા ખંડમાં બાળકને સંપૂર્ણ નગ્ન કરી તેના હાથ-પગ જકડી બળજબરીનો પ્રયાસ કરાય છે. આ દ્રશ્યમાં યુનિફોર્મ પહેરેલા બાળક સહિત અન્યોના ચહેરા દેખાઇ આવે છે. પ્રિન્સિપાલ પણ દેખાય છે.શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે, સમિતિના દરેક સભ્યને આચાર્યની કરતૂત અંગેનો વીડિયોની પેનડ્રાઇવ વાલીઓએ આપી હતી. જો કે, કાર્યવાહી કરવામાં ન આવતા અમારી ઓફિસે 10 દિવસ અગાઉ પેન ડ્રાઇવ આપી ગયા હતા. આ અંગે મ્યુ.કમિશનરને રૂબરૂ મળી ફરિયાદ કરીને આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી એટલે તેની બદલી કરાઇ હતી. અખબારમાં અહેવાલ છપાયાના બીજા દિવસે આપ પાર્ટીએ વીડિયો જાહેર કર્યો છે. આ અંગે શાસનાધિકારીએ કહ્યું હતું કે ખૂબ જ ગંભીર ઘટના છે. હાલ વીડિયોના આધારે તપાસ હાથ ધરાઇ છે. વીડિયોમાં તથ્ય જણાશે તો આચાર્ય સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર