રાજકોટ-ગોંડલ હાઇવે પર ગેસ લાઇનમાં આગ, લોકોમાં નાસભાગ

સોમવાર, 9 નવેમ્બર 2020 (10:22 IST)
રાજકોટ શહેરના ગોંડલ હાઇવે પર ગેસની પાઇપલાનમાં આગ લાગી હોવાની ઘટના અર્જાઇ છે. આગ લાગતાં લોકોમાં નાસભાગ શરૂ થઇ ગઇ હતી અને મોટી સંખ્યા લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા. આગ લાગી હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. હાલના તબક્કે આગ કેવી રીતે લાગી છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી. 
 
મળતી માહિતી અનુસા આજે  પરોઢિયે ગોંદલ હાઇવે નજીક ગેસની પાઇપલાઇનમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે લોકોએ નાસભાગ અને બૂમરાડ શરૂ કરી છે. આગ લાગી હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા. શહેરના ગોંડલ હાઇવે પર ગેસ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
અમદાવાદના પીરાણા નજીક કેમિકલ ફેક્ટરીઓમાં આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર વિભાગ એલર્ટ થઇ ગયું છે. રાજકોટ ફાયર વિભાગે શહેરની અલગ અલગ ફેક્ટરી અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરી હતી. 2 દિવસ પહેલાં ફાયર વિભાગે આજી GIDCમાં 3 કેમિકલ ફેક્ટરીને અને 15 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર