રાજકોટના ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે 22 લોકોને કરંટ લાગ્યો, બે લોકોના મોત અને 4 લોકોની હાલત ગંભીર

શનિવાર, 29 જુલાઈ 2023 (14:48 IST)
PGVCLની વીજ લાઈનમાં તાજીયા અડી જતાં લોકોને કરંટ લાગતાં શહેરમાં ચકચાર મચી ગઈ
ઈજાગ્રસ્ત લોકોને શહેરની ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
 
રાજકોટઃ  ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં 3થી 4 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે. આ બનાવને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. 
 
15 જેટલા લોકોને કરંટ લાગ્યો ત્રણની હાલત ગંભીર
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે. PGVCLની વીજ લાઈનમાં તાજીયા અડી જતાં આ ઘટના બની હતી. 15 જેટલા લોકોને આ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર