ધ્રાંગધ્રાના ગાજણવાવમાં સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઉંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમા ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી કિશોરીને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. કિશોરીને બચાવવા માટે 4 કલાક રેસક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.