વાવાઝોડાથી PGVCLને 106 કરોડનું નુકસાન

ગુરુવાર, 22 જૂન 2023 (17:24 IST)
વાવાઝોડાથી PGVCLને 106 કરોડનું નુકસાન - બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તબાહી મચાવી દીધી છે અને મોટી માત્રામાં નુકસાન કર્યું છે. હજુ પણ 150 ગામો તો એવા છે કે વીજળી નથી પહોંચી અને અંધારામાં જીવન જીવી રહ્યા છે. તો સાથે સાથે જ કરોડોનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે.
 
આજે 6 દિવસ પુરા થયા બાદ પણ સૌરાષ્ટ્ર-કચ્છના 150 જેટલા ગામડામાં વીજળી નથી આવી. તેમાં દ્વારકાના 30, ભુજના 80 અને અંજારના 50 ગામડાનો સમાવેશ થાય છે
 
વાવાઝોડાથી રાજકોટ શહેરમાં 19.95 લાખ, રાજકોટ ગ્રામ્યમાં 3.86 કરોડ, મોરબીમાં 5 કરોડ, પોરબંદરમાં 8.80 કરોડ, જૂનાગઢમાં 4.6 કરોડ, ભાવનગરમાં 1.44 કરોડ, બોટાદમાં 99 લાખ, સુરેન્દ્રનગરમાં 1.67 કરોડ, અંજારમાં 12.62 કરોડ, ભુજમાં 6.88 કરોડ અને અમરેલીમાં 2.92 કરોડ સહિત કુલ 106 કરોડનું નુકસાન થયું છે. સૌથી વધુ જયાં વાવાઝોડું ટકરાયું હતું, તે કચ્છમાં આજિદન સુધીમાં માત્ર 19 કરોડ અને તેનાથી ત્રણ ગણું જામનગર-દ્વારકામાં 57.83 કરોડનું નુકસાન થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર