બોન્ડ ભરો પણ ગામડે નહીં જઇએ - મેડીકલ સ્ટુડન્ટ

શુક્રવાર, 3 જૂન 2016 (11:52 IST)
ગુજરાત સરકારના રિપોર્ટ મુજબ, રાજ્યમાં સરકારી સેલ્ફફાઈનાન્સ સિવાય પુર્ણતઃ સરકારી હોય તેવી ૬ મેડિકલ કોલેજોમાં છેલ્લા ૬ વર્ષમાં ૪૩૪૧ યુવાનોને એમબીબીએસની ડિગ્રી આપવામાં આવી છે તેમાંથી ૫૩૦ યુવાઓ ડોક્ટરોએ જ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની સેવા આપી હતી.ગુજરાતમાં ૧૪૧૨ ગ્રામ્ય વિસ્તારો અને સરકારી હોસ્પિટલોમાં સેવા આપવા માટે મેડીકલ સ્ટુડન્ટ પાસે બોન્ડ લખાવવામાં આવે છે.જો કે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાં જવાને બદલે રુપિયા 5 લાખથી ૧૦ લાખ સુધીના બોન્ડ આપીને છુમંતર થઈ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની સરાકરી મેડીકલ કોલેજોમાં એમબીબીએસ અભ્‍યાસક્રમમાં પ્રવેશનાં ખાસ
નિયમો છે. સરકારી મેડીકલ કોલેજોમાં એમબીબીએસ અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ
પાસેથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ત્રણ વર્ષ સેવાઓ આપવા માટે રૂપિયા પાંચ લાખના બોન્‍ડ સાઈન
કરાવવામાં આવી રહ્યાં છે.જ્યારે સરકારી મેડીકલ કોલેજોનાં  પીજી મેડીકલ અભ્‍યાસક્રમમાં
પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ રાજ્‍ય સરકારની હોસ્‍પિટલમાં ત્રણ વર્ષ સેવા આપવાનો
રૂપિયા ૧૦ લાખનો બોન્‍ડ સાઈન કરવો પડે છે.

જો કે મેડીકલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં સેવા
આપવાને બદલે બોન્ડની રકમ ભરીને ખાનગી પ્રેક્ટીસ તરફ આગળ વધે છે. છેલ્લા ૬ વર્ષમાં
ગુજરાતની ૬ સરકારી મેડિકલ કોલેજમાંથી ૪૩૪૧ યુવાનો ડોક્ટર થયા છે તેમાંથી માત્ર ૫૩૦
ડોક્ટરોએ જ ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા માટે ઈન્ટર્નશીપને પસંદ કરી હતી.નવોદિત
ડોક્ટરો બોન્ડની રકમ ભરીને  ભરીને ગ્રામ્ય વિસ્તાર કે સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ
કરતા નથી.

વેબદુનિયા પર વાંચો