શેરડીની જેવી મીઠાશ ધરાવતી વનસ્પતિ સ્ટીવીયાની ખેતી કરતા ગુજરાતના એકમાત્ર ખેડૂત

ગુરુવાર, 28 માર્ચ 2013 (14:19 IST)
PTI
વાઘોડિયાના પિતા પુત્ર દિનેશભાઇ નીતિનભાઇની જોડીએ વિપુલ માત્રામાં કુદરતી મીઠાશ ધરાવતી વનસ્પતિ સ્ટીવિયાની મીઠી ખેતી કરી છે. મગફળીના છોડ જેવા દેખાતા સ્ટીવિયાના છોડ પરથી ચ્હાની પત્તી જેવા પાંડદા તડીને મ્હોમાં મમળાવતા જ છેક ગળા સુધી મીઠાશ પ્રસરી જાય છે. એટલું જ નહી તેની નર્સરી એટલે કે રોપ ઉછેર કર્યો છે અને રાજ્યમાં સ્ટીવિયાની નર્સરી કરનારા તેઓ પ્રથમ અને કદાચિત એકમાત્ર ખેડૂત હોવાનો તેમનો દાવો છે. આ પિતા પુત્રીની જોડી પૂર્ણપણે ખેતીને વરેલી છે અને દાડમની નમુનેદાર ખેતી કરવાની સાથે તેમણે સુગંધવૃક્ષ ચંદનનું એક ખેતર પણ તૈયાર કર્યું છે. હાલમાં સ્ટીવિયાની ખેતી માટે સરકારી સબસીડીની કોઇ યોજના નથી અને તેઓ સ્વેચ્છાએ જ તેની ખેતી કરી રહ્યા છે.

દિનેશભાઇએ અગાઉ ધોળીમૂસળી જેવી ઓષધિય ખેતી પર હાથ અજમાવી જોયો છે. તેઓએ પૂનાની કંપનીમાંથી છોડ મેળવીને સ્ટીવિયાનું વાવેતર કર્યું હતું. આજ સ્ટીવિયાના ઉછરેલા રોપો તેઓ થર્મોકોલના બોકસમાં કોકોપીટમાં છોડને રોપીને છે નેપાળ સુધી અને દેશના અન્ય રાજ્યોમાં મોકલે છે. તેઓ કહે છે કે આ ખુલ્લા ખેતરની ખેતી છે. સ્ટીવિયાની ખેતી કરવા માટે પોલીહાઉસ કે ગ્રીનહાઉસ જેવી કોઇ વિશેષ સુવિધાની જરુર પડતી નથી. ખાતર દવાની જરુરિયાત નહિવત છે પાણી ગરમી આ પાકને જરુરી છે પણ પાણી ભરાઇ રહે તે હિતાવહ નથી.

નીતિનભાઇ કહે છે કે કાચામાલ તરીકે સ્ટીવિયાના વેચાણ કરવામાં આવે છે. આ પાન સૂર્યપ્રકાશમાં ત્રણ દિવસમાં સૂકાઇ જાય છે. મેડીસીનલ કંપનીઓ આ પાનની ખરીદી કરે છે. સ્ટીવિયા ખુબ જ મીઠાશ ધરાવે છે. જે સુગર ફ્રી જેવા ગુણો ધરાવે છે. ડાયાબીટીશની સાથ બીપી ઇત્યાદીના નિયંત્રણના ગુણો ધરાવતું હોવાનો આ કૃષિકારોનો દાવો છે. આ બન્ને પિતા પુત્રોના સંપર્કથી રાજકોટ, અંટોલી, માડોધર (વાઘોડિયા) સેવાસી (વડોદરા) માં ખેડુતોએ તેની પ્રાયોગિક ખેતી હાથ ધરી છે. દિનેશભાઇ કહે છે કે બિહારમાં સ્ટીવિયાના વાવેતર પર સબસીડી મળે છે.

વેબદુનિયા પર વાંચો