રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, જાણો શું છે કારણ

બુધવાર, 11 ઑક્ટોબર 2023 (18:47 IST)
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 25 નવેમ્બરે યોજાશે.  રાજસ્થાનમાં 200 સીટો માટે વિધાનસભા ચૂંટણી 23 નવેમ્બરે યોજવાની હતી જે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે મતદાન કરવા માટેની તારીખ 25 નવેમ્બર રહેશે. 
 
23 નવેમ્બરે દેવોત્થાન એકાદશી છે. આ દિવસ લગ્ન કરવા માટે શુભ માનવામાં આવે છે.લગ્નની સિઝન હોવાથી 23 તારીખના રોજ લગ્નના વધુ પડતાં મુર્હુત હતા જેથી મતદાનમાં કોઈ અસર ન પડે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજકીય પાર્ટીઓના સૂચન મુજબ ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો છે.
 
ચૂંટણીનાં પરિણામની તારીખામાં કોઈ ફેરફાર નથી કરાયો ચૂંટણીનાં પરિણામો 3 ડિસેમ્બરનાં આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર