ખાનદેશની કુલદેવી 'મનુદેવી'

સંદીપ પારોલેકર

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોને અલગ કરનાર સાતપુડા પર્વતશૃંખલાઓના પર્વતોની વચ્ચે આવેલ શ્રીક્ષેત્ર મનુદેવીનું મંદિર ખાનદેશવાસીઓની કુળદેવી છે. મહારાષ્ટ્રના યાવલ-ચોપડા મહામાર્ગપર ઉત્તર સીમામાં કાસારખેડ-આડગામ ગામથી લગભગ 8 કિ.મી.દૂર મનુદેવીનું ખુબ જ જુનુ હેમાડપંતી મંદિર છે. મંદિરની ચારે બાજુથી પર્વતો તેમજ લીલોતરથી ઘેરાયેલુ છે. તેની આજુબાજુના લોકો અહીંયા ચાલતાં કે પોતાના વાહનો દ્વારા માનતા માંગવા માટે દેવીના દ્વારે આવે છે.
W.D

ઈ.સ. 1200માં સાતપુડાના પર્વતીય વિસ્તારમાં ગાયવાડા નામના સ્થળે ઈશ્વરસેન નામનો ગોવાળીયો રાજા હતો. જેની પાસે ઘણી બધી ગાયો હતી. તેમાંથી અમુક તો મહારાષ્ટ્ર સ્થિત તાપ્તી નદીપર તો અમુક મધ્યપ્રદેશ સ્થિત નર્મદા નદી પર પાણી પીવા માટે જતી હતી. તે સમયે સાતપુડા માનમોડી નામની મહાખતરનાક બિમારી ફેલાયેલી હતી. તેને આખા ખાન દેશને પોતાની લપેટમાં લઈ લીધો હતો. આ બિમારીએ સાતપુડા તેમજ ખાનદેશની અંદર સંપુર્ણ રીતે આતંક ફેલાવી રાખ્યો હતો. જેના લીધે હજારો લોકો તેમજ જાનવરોનાં મૃત્યું થયા હતાં. આ બિમારીથી છુટકારો મેળવવા માટે રાજા ઈશ્વરસેને ગાયવાડાથી 3 કિ.મી. દૂર જંગલમાં ઈ.સ. પૂર્વે 1250માં મનુદેવી માતાની વિધીપૂર્વક સ્થાપના કરી હતી. મનુદેવાના મંદિરથી ગાયવાડાની વચ્ચે લગભગ 13 ફુટ પહોળી દિવાલ આજે પણ આ વાતની સાબિતી પુરી પાડે છે. માનમોડી તેમજ રાક્ષસોથી ભગવાનની રક્ષા કરવા માટે મનુદેવી સાતપુડા જંગલોમાં વાસ કરશે એવું સ્વયં ભગવાન શ્રીકૃષ્ણને મથુરા જતી વખતે કહ્યું હતું. આવી વાત ત્યાંના વૃદ્ધો કહે છે.
W.D

મંદિરના પરિસરમાં સાતથી આઠ કુંડ જોવા મળે છે. મંદિરમાં મુકાયેલ મનુદેવીની કાળા પત્થરથી બનાવેલી સિંદુર લગાવેલી મૂર્તિ છે જેની ચારે બાજુ ઉંચી ઉંચી ચટ્ટાનો છે તો મંદિરની સામે લગભગ 400 ફુટ ઉંચાઈથી પડતું કલકાવ નદીનું ઝરણું ભક્તોને પોતાની તરફ ખેંચે છે. મનુદેવીની યાત્રા વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે. ચૈત્ર-મહા મહિનાની સુદ આઠમે નવચંડી દેવીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના દસ દિવસ સુધી અહીંયા યાત્રા રહે છે. સંપુર્ણ દેશમાંથી આવનાર લાખો ભાવિક માતાને શ્રદ્ધાપુર્વક નમન કરે છે અને માનતા રાખે છે. મહારાષ્ટ્રમાં એવી માન્યતા છે કે નવદંપતી માતાના દર્શન બાદ સુખી સંસારનો પ્રારંભ કરે છે. પહેલાં મનુદેવીના દર્શન માટે ભક્તોને સાતપુડાના જંગલમાંથી પસાર થતા આવવું પડતું હતું. હવે મહારાષ્ટ્ર સરકાર તેમજ સાતપુડા નિવાસી મનુદેવી સેવા પ્રતિષ્ઠાનની મદદથી માતાના મંદિરની તરફ જવા માટે પાક્કા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
W.D

કેવી રીતે જશો ?

રોડ માર્ગ - ભુસાવલથી યાવલ 20 કિ.મી. દૂર છે અને અહીંયા આડગામ (મનુદેવી) જવા માટે બસસેવા પણ ઉપલબ્ધ છે.

રેલ માર્ગ - ભુસાવલ રેલ્વે સ્ટેશન બધા જ પ્રમુખ રેલ માર્ગથી જોડાયેલ છે. ભુસાવલથી યાવલ અને યાવલથી આડગાવ જવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.

હવાઈ માર્ગ- અહીંયા જવા માટે સૌથી નજીકનું હવાઈમથક ઔરંગાબાદમાં છે. અહીંયાથી મનુદેવી માતાનું મંદિર 175 કિ.મી. દૂર છે.