ગીતિકા શર્મા સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ તેમજ લાંબા સમય સુધી શારીરિક શોષણ
સોમવાર, 13 ઑગસ્ટ 2012 (14:04 IST)
P.R
એર હોસ્ટેસ ગીતિકા શર્મા સ્યૂસાઇડ કેસમાં પોસ્ટમર્ટમ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રિપોર્ટ પરથી એ સ્પષ્ટ થયું છે કે ગીતિકાનું શારીરિક શોષણ થયું હતું. આ ખુલાસાથી એ સવાલ પણ ઉભો થયો છે કે શું આ જ કારણતો નથી કે ગીતિકા સંપૂર્ણ રીતે ભાંગી પડી હોય અને તેણે આત્મહત્યા કરવી પડી હોય. સંભવત: ગીતિકાએ એટલેજ તેની સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે કાંડા બેશરમ માણસ છે, અને તે દરેક યુવતી પર ખરાબ નજર રાખે છે.
ગીતિકાનું પોસ્ટમર્ટમ 6 ઓગષ્ટના રોજ દિલ્હીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમર્ટમ રિપોર્ટમાં મૌત થવાનું કારણ ઉપરાંત અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. ડોક્ટરોએ ખુલાસો કર્યો છે કે ગીતિકા સાથે લાંબા સમય સુધી યૌન સંબંધ બાંધવામાં આવ્યા હતા. અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે. અરૂણા ચઢ્ઢાએ પૂછપરછમાં એ વાત કબુલી છે કે તેની મદદથી ગીતિકાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.
આ મુદ્દા પર ઉત્તર-પશ્ચિમી જિલ્લાના ડીસીપી ડો.પી.કરૂણાકરને કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો. તેમનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. કાંડાની ધરપકડ બાદજ ખબર પડશે કે ગીતિકાનું શારીરિક શોષણ કરનાર કાંડાજ હતો કે પછી કોઇ અન્ય. ઉપરાંત એ વાતની પણ તપાસ થશે કે ગીતિકા સાથે યૌન સંબંધ તેની મરજીથી બાંધવામાં આવ્યા હતા કે તેની મરજી વિરુદ્ધ.