નવરાત્રના નવ દિવસોમાં જરૂર પહેરો આ 9 રંગ

બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (14:32 IST)
નવરાત્ર એટલે ભરપૂર સેલિબ્રેશનનો ત્યોહાર. નવરાત્રના નવ દિવસોમાં પૂજાથી લઈને ગરબા સુધી ,ગ્લેમરસ્ક દેખાવ માટે આ રંગોનો ચયન મદદગાર છે. 
 
પ્રથમ દિવસની શરૂઆત કરો બ્રાઈટ પીળા રંગથી. પીળા રંગ સાથે નારંગી ,લીલા કે પિંકનો કોમ્બિનેશન તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.
 
ફ્લોરેસંટ લીલો આ દિવસોમાં ઘણો ચલનમાં છે. પ્રિયંકાથી લઈ ચિત્રાંગદા સુધી ઘણી સેલેબ્એ આને ખૂબ કેરી કર્યું છે. તમે પણ આ પ્રયોગ કરી જુઓ. 
 
ગ્રે જેવો ડલ શેડ પણ બ્રાઈટ શેડસના કામ્બિનેશનમાં  સારો લાગે છે. તહેવાર પર થોડી જુદી પ્રયોગની ચાહત છે તો ટ્રાઈ કરીને જુઓ.
 
ફેસ્ટીવલ સીજનના મૂડ મુજબ નારંગી સારો રંગ છે. સફેદ ,ગ્રે બેજ જેવા રંગો સાથે એનો કામ્બિનેશન આજકાલ ચલનમાં છે. 
 
વ્હાઈટ કે આફ વ્હાઈટ સાથે બ્લૂ, ઓરેંજ ,લાલ જેવા રંગો ખૂબ ગ્રેસફૂલ છે. એની સાથે વેલવેટનો મેચ લૂકને રાયલ બનાવી શકે છે. 
 
તહેવારોની ચમક-દમક વધી જશે જ્યારે તમે ડાંડિયા રમવા ચટક લાલ રંગની સાડી પહેરીને જશો. સફેદ કે પીળો કે નારંગી સાથી એને ટ્રાઈ કરો.
 
બ્લ્યુ સાડી અને ગોલ્ડન ચોલી સાથે થોડુ એવું લૂક તમને સ્ટાઈલિશ અને સ્ક્સી બનાવી દેશે. 
 
ગોલ્ડન કે સિલ્વર સાથે ગુલાબીનો કામ્બિનેશન પણ ફેસ્ટીવલ સીજનમાં હિટ છે. 
 
પર્પલ મેજેંટા અને વાયલેટ જેવા રંગ તમને ભીડમાં જુદો કરશે.   
 

વેબદુનિયા પર વાંચો