કચ્છની કલા- કચ્છ કલા

મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (15:58 IST)
કચ્છના અનેક સ્થાનિક કારીગરો આર્ટિસ્ટિક ચીજો બનાવે છે. એમાં રબારી સ્ત્રીઓ અને પુરુષો અનેક પ્રકારનાં કામ સાથે જોડાયેલાં છે. કલારક્ષામાં થતા આવા જ આર્ટવર્કમાં આ વખતે ઉનાળાને ધ્યાનમાં રાખીને ચીજો બનાવવામાં આવી છે. 

આ વોલપીસ કચ્છી વર્કથી અને જુદા-જુદા કપડા જોડીને જેને અમે પેચવર્ક કહીએ છે એનાથી બનાવેલ છે. આ કચ્છની સૌથી જાણીતો આર્ટ છે અને વિદેશોમાં પણ એનું એક્સપોર્ટ કરાય છે. 

કચ્છી વર્કના વૉલપીસ પણ ખૂબ જ સુંદર છે. કચ્છી સ્ત્રીઓએ જ બનાવેલા પૅચવર્ક અને ઍપ્લિકના દરેક વૉલ-પીસમાં એક સ્ટોરી વર્ણવાય છે તેમ જ કેટલાકમાં તો ભગવાન કે જનાવરની છબીઓ પણ બનાવે છે. આવું વૉલ-પીસ બનાવતાં એક વ્યક્તિ આખો દિવસ સળંગ બેસીને કામ કરે તોય ૧૦-૧૫ દિવસ લાગે છે. કૉટન પર બાટિક પ્રિન્ટ તેમ જ બીજું રંગબેરંગી કાપડ વાપરીને બનાવેલા દરેક વૉલ-પીસ પર એના આર્ટિસ્ટનું નામ પણ લખવામાં આવ્યું છે.

કચ્છી શૉલ - 


કચ્છી શૉલ 

વેબદુનિયા પર વાંચો