ઉત્તરપ્રદેશના ઉન્નાવ જીલ્લાની ઘટનાએ એક વાર ફરીથી સૌને શર્મશાર કરી નાખ્યા છે. જીલ્લાના અસોહા થાના ક્ષેત્રના બબુરહા ગામમાં બુધવારે રાત્રે ત્રણ સગીર દલિત યુવતીઓ ખેતરમાં દુપટ્ટાથી બાંધેલી પડી મળી. તેમા બે યુવતીઓના મોત થઈ ચુક્યા હતા. જ્યારે કે ત્રીજી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહી છે. તેને વેંટીલેટર પર મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચારો લેવા માટે ત્રણ સગીર યુવતીઓ ખેતરમાં ગઈ હતી. યુવતીઓના ચાચાને કોઈએ સૂચના આપી કે ત્રણેય છોકરીઓ ખેતરમાં પડી છે. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યા બે ને ડોક્ટરોએ મૃત જાહેર કરી.
બીજી બાજુ ત્રીજીન હાલત નાજુક છે. તેની સારવાર કાનપુરના રીજેંસી હોસ્પિટલમાં ચાલી રહી છે. છોકરીઓના ગામમાં તનાવ છે. સાવધાની રૂપે ગામના પોલીસ ફોર્સ ગામમાં ગોઠવાયેલા છે. આ સાથે 19 વધારાના અધિકારીઓ, 70 ચીફ કોન્સ્ટેબલ, 30 સૈનિકો તૈનાત કરાયા હતા. પીડિતાની માતાના કહેવા મુજબ છોકરીઓના મોઢામાંથી ફેસ નીકળી રહ્યો હતો. પોલીસ 6 ટીમો બનાવીને મામલાની તપાસ કરી રહી છે. બીજી બાજુ પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
એક યુવતીના ભાઈએ જણાવ્યું કે ત્રણેય કઝીન છે. ભાઈએ કહ્યું કે જો તેઓ લાંબા સમય સુધી પાછા નહીં આવે તો અમે ખેતરોમાં શોધવા ગયા, તો ઘાણીના ખેતરમાં બાંધેલી પડેલી જોવા મલી. 2 નુ મોત થયુ અને એકની સારવાર ચાલી રહી છે. ભાઈએ કોઈની સાથે દુશ્મનીની વાત નકારી હતી.