જેએનયુની રિસર્ચ સ્કૉલર અને કાશ્મીરી નેતા શેહલા રાશિદે અનુચ્છેદ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં લોકો પર અત્યાચાર સાથે જોડાયેલ ખોટા સમાચાર ફેલાવ્યા. તેમણે ટ્વિટર પર ભારતીય સેના અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત 10 ટ્વીટ કર્યા. ત્યારબાદ સેનાએ શેહલાના બધા દાવાને રદ્દ કરતા ફેક ન્યુઝ બતાવ્યા. બીજી બાજુ સોમવારે સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે ફરિયાદ નોંધાવી. તેમની માંગ છે કે સેના વિરુદ્ધ ખોટી અને બેબુનિયાદ વાતો ફેલાવવાને લઈને શેહલાની ધરપકડ થવી જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ શેહલાએ પોતાના ટ્વિટર હૈડલ પર જમ્મુ-કાશ્મીરની હાલત અને ભારતીય સેના સાથે જોડાયેલ ખોટી વાતો લખી છે. તેમણે આરોપ લગાવ્યો કે કાશ્મીર ઘાટીમાં વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘરમાં ઘુસીને સુરક્ષાબળ બાળકો પર જુલમ કરી રહ્યા છે અને પૂછપરછના બહાને યુવાનોને કલાકો સુધી ગિરફ્તાર કરી રહ્યા છે.