ધરપકડ બાદ દિલ્હી પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો કે દીપ સિદ્ધુ કેલિફોર્નિયામાં રહેતી એક મહિલા મિત્ર અને અભિનેતાના સંપર્કમાં હતો. તે વીડિયો બનાવતો હતો અને તે તેના મિત્રને મોકલતો હતો, ત્યારબાદ તે વીડિયોને ફેસબુક પર અપલોડ કરી દેતી હતી.
ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી
દીપ સિદ્ધુએ થોડા દિવસો પહેલા જ ફેસબુક લાઇવ દ્વારા ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. પોતાને દેશદ્રોહી કહેવાથી નારાજ સિદ્ધુએ ખેડૂત નેતાઓને ધમકી આપી હતી કે જો તેઓ મોં ખોલશે અને ખેડૂત આંદોલનની અંદરના ભાગને ખોલવાનું શરૂ કરશે તો આ નેતાઓને ભાગવાનો રસ્તો પણ નહીં મળે.
ઉલ્લેખનીય છે કે દીપ સિદ્ધૂ પંજાબી ફિલ્મોના અભિનેતા છે અને સામાજીક કાર્યકર્તા પણ. દીપે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ રમતા જોગી દ્વારા કરી હતી. જેને લઈને એવુ કહેવાય છે કે તેના નિર્માતા ધર્મેન્દ્ર છે. દીપ સિદ્ધૂનો જન્મ વર્ષ 1984માં પંજાબના મુક્તસર જીલ્લામાં થયો છે. દીપે કાયદાનો અભ્યાસ કર્યો છે. તે કિંગફિશર મૉડલ એવોર્ડ પણ જીતી ચુક્યા છે. 17 જાન્યુઆરીએ સિખ ફૉર જસ્ટિસ સાથે જોડાયેલા કેસના પ્રક્રિયામાં એનઆઈએ સિદ્ધૂને તલબ પણ કર્યો હતો.