જલિકટ્ટૂ પર પ્રોટેસ્ટ ચાલુ, આજે PMને મળ્યા પનીરસેલ્વમ, જલ્લીકટ્ટૂના સમર્થનમાં યુવકે ખુદને રેતીમાં દબાવી લીધો.

ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (12:05 IST)
આખલાઓની લડાઈની રમત જલિકટ્ટૂ પરથી પ્રતિબંધ હટાવવાની માંગ સમગ્ર તમિલનાડુમાં ફેલાય ગઈ છે. ચેન્નઈના મરીના બીચ પર બુધવારથી જ પ્રદર્શન થઈ રહ્યુ છે. રાજ્યના જુદા જુદા ભાગોમાંથી પણ વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. રસ્તાઓ પર રોષ વધતા મુખ્યમંત્રી ઓ. પનીરસેલ્વમે તરત જ એક અધ્યાદેશ લાવવાની માંગ કરતા ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મરીના બીચ પર થઈ રહેલ પ્રદર્શન બાબતે દાખલ અરજી પર સુનાવણી કરવાની ના પાડી છે. 
જ્યારે કે અન્નાદ્રમુક મહાસચિવ વીકે શશિકલાએ આંદોલનને પોતાનુ સમર્થન આપતા કહ્યુ કે તેના પર પ્રતિબંધ હટાવવા માટે વિધાનસભાના આગળના સત્રમાં એક પ્રસ્તાવ રજુ કરવામાં આવશે.  મુખ્યમંત્રી સાથે અન્નાદ્રમુકના 49 સાંસદો પણ હશે.  પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ મળશે. 
 
ચેન્નઈમાં એક કોર્પોરેટ કંપનીના સીઈઓએ પોતાના કર્મચારીઓને જલ્લીકટ્ટૂ માટે વિરોધ કરવા માટે એક દિવસની રજા આપી છે. 
મુખ્યમંત્રીએ બધા પ્રદર્શનકારીઓને પોતનુ આંદોલન રોકવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યુ કે રાજ્ય સરકાર આ મુદ્દા પર લોકો સાથે છે.   જલ્લીકટ્ટૂ માટે મંજૂરી માંગનારાઓમાં આઈટી ક્ષેત્રના કર્મચારીઓ અને અનેક બીજા ફિલ્મી કલાકાર પણ જોડાય ગયા છે. આ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે કેન્દ્રની જાન્યુઆરી 2016ની અધિસૂચનાએ જંતુ દેખરેખની ચિંતાઓ સાથે સામંજસ્ય બેસાડતા આ પારંપારિક રમતની મંજૂરી આપી હતી.  આ હાલ કાયદાકીય પડતાલની હદમાં છે અને અનુકૂળ નિર્ણય આવશે. 
 
પર્યાવરણ રાજ્ય મંત્રી અનિલ માધવ દવેએ આ દરમિયાન કહ્યુ છે કે આપણે જલ્લીકટ્ટૂ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. સંસદ સર્વોચ્ચ છે અને જે કંઈ પણ જરૂરી નિર્ણય લેવાના છે તે લેવામાં આવશે. આ એક ભાવુક મુદ્દો છે અને હુ લોકોની ભાવનાઓને સમજુ છુ. 
 
પોંડિચેરીના વિદ્યાર્થીઓએ ક્લાસનો બહિષ્કાર કર્યો 
 
જલિકટ્ટૂને પોતાનુ સમર્થન આપતા પોંડિચેરીના વ્યવસાયિક કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાનોના વિદ્યાર્થી આ રમત પર પ્રતિબંધ વિરુદ્ધ પ્રદર્શન કરતા ક્લાસમાંથી ગેરહાજર દેખાયા. જલિકટ્ટૂના સમર્થનમાં બેનરો લઈને વિદ્યાર્થીઓએ એક માનવ શ્વૃંખલા બનાવી અને પ્રતિબંધની નિંદા કરતા નારેબાજી કરી. તેમને આ વાત પર પણ જોર આપ્યુ કે મોડુ કર્યા વગર આ રમત પરના પ્રતિબંધને હટાવી દેવો જોઈએ.  વિદ્યાર્થીઓએ કહ્યુ કે જલિકટ્ટૂ તમિલોની એક પ્રાચીન અને સન્માનિત પરંપરા છે અને તેના પર ક્યારેય પ્રતિબંધ ન લાગવો જોઈએ. 

વેબદુનિયા પર વાંચો