પ્રિયંકા ગાંધી 'સંકલ્પ સત્યાગ્રહ'માં બોલ્યાં - 'આ દેશનો વડા પ્રધાન...'

રવિવાર, 26 માર્ચ 2023 (14:43 IST)
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ થયા બાદ તેમના પક્ષે રવિવારે સમગ્ર દેશમાં 'સંકલ્પ સત્યાગ્રહ'નું આયોજન કર્યું છે.
 
દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પણ આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. તેમાં પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા છે.
 
આ દરમિયાન પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું, "કાયર છે આ દેશનો વડા પ્રધાન, કરી દો કેસ મારા પર, લઈ જાવ મને પણ."
 
તેમણે કહ્યું કે આ દેશનાં લોકતંત્રને મારા પરિવારે પોતાના લોહીથી સિંચ્યું છે. આ દેશનો પાયો કૉંગ્રેસના મહાપુરુષોએ નાખ્યો છે.
 
તેમણે પોતાના પિતાની હત્યા બાદની ઘટના યાદ કરતાં કહ્યું કે તેમનો મૃતદેહ અહીં તિરંગામાં લપેટાઈને આવ્યો હતો. પરંતુ આજે તેમના પરિવારને બદનામ કરવામાં આવી રહ્યો છે.
 
તેમણે ભાજપના નેતાઓ પર તેમના પરિવારને સતત બદનામ કરવાનો આરોપ લગાવતા સવાલ પૂછ્યો કે આમ કરનારા લોકોને કોઈ સજા કેમ નથી મળતી.
 
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલે એવો કયો ગુનો કર્યો કે આ સજા આપવામાં આવી. તેમણે સરકારને બે પ્રશ્નો શું પૂછ્યા કે તેમને સંસદ માટે અયોગ્ય જાહેર કરી દેવાયા.
 
પ્રિયંકા ગાંધી સરકાર પર આરોપ લગાવ્યો કે તે આ દેશની સામાન્ય જનતાના નામા અને જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓને બરબાદ કરી રહી છે.
 
તેમણે પૂછ્યું કેે આ અદાણી છે કોણ, જેના વિશે પ્રશ્નો કરવાથી સરકાર બેબાકળી બની જાય છે.
 
તેમણે આક્ષેપ કર્યો કે તેમના પરિવારને સતત બદનામ કરવામાં આવી રહ્યો છે. અને નેતાઓ કહે છે કે રાહુલ ગાંધીને ખબર પણ નથી કે તેમના પિતા કોણ છે.
 
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
આ કાર્યક્રમમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "જો અમને કોઈ સત્ય બોલવાથી રોકશે તો, અમારી પાસે એ શકિત છે જેના દ્વારા અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. દેશને બચાવવા માટે, આઝાદીને બચાવવા માટે, બંધારણને બચાવવા માટે, જે કંઈ પણ થઈ શકે છે, તે અમે કરતા રહીશું."
 
"રાહુલ ગાંધી મહિલાઓ, યુવાનો, બેરોજગારો માટે લડી રહ્યા છે. કોલારમાં જે રાહુલ ગાંધીએ કહ્યું તે ચુંટણી દરમિયાન કહેવાયેલી વાત હતી અને એ વાત કોઈને ઠેસ પહોંચાડવા માટે નહોતી. પરંતુ કર્ણાટકના કોલારમાં થયેલો કેસ સુરત લઈને ગયા, જો કોઈ ઘટના થાય છે તો એ કેસ કર્ણાટકમાં કરીને બતાવવું હતું, પરંતુ તમારી મનશા સાફ હતી, તમે એ કેસને સુરતમાં લઈને આવ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર