પીએમ મોદીએ કર્યુ મોટુ એલાન, ઈંડિયા ગેટ પર લાગી નેતાજી સુભાષ ચંદ્ર બોસની ભવ્ય પ્રતિમા

શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (14:15 IST)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ એલાન કરતા કહ્યુ છે કે દિલ્હી સ્થિત ઈંડિયા ગેટ (India Gate)પર નેતાજી સુભાષ ચંદ્ર બોસ  (Subhas Chandra Bose)ની ભવ્ય પ્રતિમા લગાવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાવાળી તસવીર ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યુ કે જ્યા સુધી નેતાજી બોસની ભવ્ય પ્રતિમા બનીને તૈયાર નથી થઈ જતી, ત્યા સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા એ સ્થાન પર લાગશે. હુ 23 જાન્યુઆરીએ નેતાજીની જયંતી પર હોલોગ્રામ પ્રતિમાનુ અનાવરણ કરીશ્ તેમણે આગળ કહ્યુ, આવા સમયમાં જ્યારે આખો દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોસની 1 25મી જયંતી ઉજવી રહ્યો છે, મને બતાવતા ખુશી થઈ રહી છે કે ગ્રેનાઈટથી બનેલી ભવ્ય પ્રતિમા ઈંડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. 

 
કોંગ્રેસે શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર અમર જવાન જ્યોતિની જ્યોત સાથે વિલીનીકરણનો આરોપ મૂક્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ પગલું સૈનિકોના બલિદાનના ઇતિહાસને ભૂંસી નાખવા જેવું છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'આ ખૂબ જ દુઃખદ છે કે જે અમર જ્યોતિ આપણા બહાદુર જવાનો માટે સળગતી હતી તે આજે બુઝાઈ જશે. કેટલાક લોકો દેશભક્તિ અને બલિદાનને સમજી શકતા નથી, કોઈ વાંધો નથી. અમે અમારા જવાનો માટે ફરી એકવાર અમર જવાન જ્યોતિને બાળીશું.

 
કોંગ્રેસે આ નિર્ણય પર કેન્દ્ર સરકારને ઘેરી હતી
તે જ સમયે, કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, 'અમર જવાન જ્યોતિને ઓલવવી એ ઈતિહાસને મટાવવા જેવું છે જે 3,483 બહાદુર સૈનિકોના બલિદાનનું પ્રતિક છે જેણે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું અને દક્ષિણ એશિયાનો નકશો બદલી નાખ્યો. તેમણે કહ્યું, 'આ ખૂબ જ વિડંબના છે કે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના 50 વર્ષ પૂરા થવાના અવસર પર સરકાર આઝાદી પછીની શ્રેષ્ઠ ક્ષણને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર