બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તમિલનાડુનો નીલગિરી જિલ્લો આઘાતમાં છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સેનાના જવાનોના મૃત્યુથી લોકો એટલા દુખી છે કે તેઓ પોતાને તેમના ઘરોમાં કેદ કરી લીધા છે.
તમિલનાડુનું આ સૌથી જૂનું, લોકપ્રિય અને ગીચ હિલ સ્ટેશન શુક્રવારે શાંત રહ્યું. દુકાનો બંધ છે, રસ્તાઓ પર વાહનો દોડતા નથી. ન તો પર્યટકો હોટલમાંથી બહાર આવ્યા છે કે ન તો શહેરમાં લાઈટ છે. દુકાનો, હોટલ, વેપારી સંસ્થાઓ સહિત તમામ બિન-આવશ્યક સેવાઓ બંધ છે. નાગરિકોએ જાતે જ પહેલ કરીને આ રીતે સંવેદના વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે.
ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું આઠમી ડિસેમ્બરે કુન્નૂરમાં તમિલનાડુની હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત 13 જવાનોનો મૃતદેહ ગુરૂવારે સાંજે લગભગ પોણા આઠ વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
જનરલ રાવત અંગે શોકસંદેશો ટ્વીટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જનરલ બિપિન રાવત એક શાનદાર સૈનિક હતા. સાચા દેશભક્ત, જેમણે સૈન્યના આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી."