બસ ડિવાઈડર સાથે અથડાઈ
તમને જણાવી દઈએ કે ડબલ ડેકર બસ લખનૌથી આગ્રા તરફ આવી રહી હતી. કન્નૌજ પાસે બસ અચાનક બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. આ દરમિયાન બસ અચાનક પલટી જતાં અંદર બેઠેલા 8 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 19થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.