ઝારખંડ રોપ-વે રેસ્ક્યુ ઓપરેશન પુરુ - રેસ્ક્યુ દરમિયાન પડી ગયેલી મહિલાનુ હોસ્પિટલમાં મોત, દુર્ઘટનાના 45 કલાક પછી 46ને બચાવ્યા, 2 ના મોત
ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર રોપ-વે દુર્ઘટનાનો ત્રીજો દિવસ 45 કલાક પછી રેસ્ક્યુ ઓપરેશન પુરૂ થઈ ગયુ. જો કે રેસક્યુ દરમિયાન ફરી દુર્ઘટના થઈ ગઈ. ટ્રોલીમાંથી બહાર કાઢતી વખતે એક મહિલા પડી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સોમવારે પણ રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટરમાંથી પડી જવાથી એક યુવકનું મોત થયું હતું.
એક દિવસ પહેલા સોમવારે આર્મી, એરફોર્સ, આઈટીબીપી અને એનડીઆરએફની ટીમોએ 12 કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ત્રણ હેલિકોપ્ટર અને દોરડાની મદદથી 33 લોકોને બચાવવામાં આવ્યા હતા. બચાવ દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટવાને કારણે હેલિકોપ્ટરમાંથી નીચે પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. અંધારું અને ધુમ્મસના કારણે ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર દ્વારા એકની પુષ્ટિ કરવામાં આવી નથી. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.
રેસ્ક્યુનો સૌથી મુશ્કેલ સમય
એરફોર્સ, આર્મી અને એનડીઆરએફની ટીમો વધારાની તકેદારી રાખી રહી છે. ટીમમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે ત્રણ ટ્રોલી ટોચ પર છે. રોપ-વેના વાયરને કારણે લોકો સુધી પહોંચવું મુશ્કેલ છે.