Delhi Fire: લાલ કિલ્લાની સામે લાજપત રાય માર્કેટમાં આગ લાગવાથી 58 દુકાનો ચપેટમાં, ઘટનાસ્થળ પર પહોંચી અગ્નિશમનની 12 ગાડીઓ

ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (11:35 IST)
દિલ્હીમાં લાલ કિલ્લા ની સામે લાજપતરાય માર્કેટમાં સવારે 4.45 વાગ્યે ભીષણ આગ લાગી.  (Fire Break Out at Lajpat Rai Market). આગની ચપેટમાં 58 દુકાનો આવી ગઈ છે. બીજી બાજુ ઘટનાના સમાચાર મળતા જ અગ્નિ શમનની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી. આગ પર કાબૂ મેળવવાની કોશિશ ચાલુ છે. 

 
આ પહેલા લગભગ એક મહિના પહેલા રાજધાની દિલ્હીના નેબ સરાય વિસ્તારની કેટલીક ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની 23 ગાડીઓ રવાના કરવામાં આવી. જેમણે 3 થી 4 કલાકની સખત મહેનત પછી કાબૂ મેળવી લીધો હતો. અગ્નિ શમન અધિકારીઓએ જણાવ્યુ કે આગ એટલી ભીષણ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હી ફાયર સર્વિસે નેબ સરાય વિસ્તારમાં લાગેલી આ આગને ગંભીર શ્રેણીની બતાવી હતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર