Coronavirus: ગટરના પાણીમાંથી થશે કોરોનાની તપાસ? INSACOG 15 રાજ્યોમાં દેખરેખ શરૂ થઈ

સોમવાર, 18 એપ્રિલ 2022 (15:52 IST)
Coronavirus: હવે જીવલેણ કોરોના વાયરસની હાજરી અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એવી આશંકા છે કે સીવેજ એટલે કે ગટરના પાણી (sewage water) માં પણ વાયરસ હોઈ શકે છે. ન્યુઝ એજંસીની એક રિપોર્ટ પ્રમાણે ભારતીય Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ (INSACOG)તેની તપાસ પણ શરૂ કરી છે.
 
INSACOG એ Sars-CoV-2 વાયરસની હાજરી શોધવા માટે 15 રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળો પર ગટરના પાણીનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
 
નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાએ ANIને જણાવ્યું, "ભારતના 15 થી વધુ રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળોએ ગટરના પાણીની દેખરેખ શરૂ થઈ."
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર