અયોધ્યા - બીજેપી પર નિશાન સાધી, ઉદ્ધવે રામ મંદિર માટે આપ્યા એક કરોડ રૂપિયા

શનિવાર, 7 માર્ચ 2020 (15:18 IST)
ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જૂના સહયોગી ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા રામ મંદિર માટે એક કરોડ રૂપિયાના દાનનુ એલાન કર્યુ. સીએમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે અહી કહ્યુ કે રામલલ્લાનુ મંદિર બનાવવુ એ આપણા સૌની જવાબદારી છે. મંદિર એવુ ભવ્ય બનવુ જોઈએ કે દુનિયા જોતી રહે. 
 
ખુદ ટ્રસ્ટમાંથી એક કરોડ રૂપિયા આપવાનુ એલાન 
 
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના 100 દિવસ પૂરા થવાના અવસર પર મુંબઈમાંથી પરિવાર સાથે અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, હુ અહી રામલલાનો આશીર્વાદ લેવા આવ્યો છુ. આજે અહી મારી સાથે ભગવા પરિવારના અનેક સભ્યો છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અયોધ્યાનો આ મારો ત્રીજો પ્રવાસ છે. હુ આજે અહી દર્શન પૂજન પણ કરીશ. હુ રામ મંદિર માટે એક કરોડ રૂપિયાનુ દાન કરવાની જાહેરાત કરુ છુ. આ દાન રાજ્ય સરકાર તરફથી નહી પણ મારા ટ્રસ્ટમાંથી આપવામાં આવશે. 
 
હુ બીજેપીથી અલગ થયો છુ હિન્દુત્વથી નહી 
 
ઉદ્ધવે બીજેપી પર નિશન સાધતા કહ્યુ હુ બીજેપીથી અલગ થયો છુ. હિન્દુતવથી નહી. બીજેપીનો મતલબ હિન્દુત્વ નથી. હિન્દુત્વ અલગ છે. અને બીજેપી અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં કોંગેસ અને બીજેપી સાથે ગઠબંધન કરી મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. સીએમ બન્યા પછી તે પહેલીવાર અયોધ્યા પહોંચ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર