ભારતીય અંતરિક્ષ યાન ચદ્રયાન 2 ના મંગળવારે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરવા સાથે જ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને એક વધુ મીલનો પત્થર સ્થાપિત કરી દીધો. ઈસરોએ આજે જણાવ્યુ કે ચંદ્રયાન 2 આજે સવારે 9.02 પર સફળતાપૂર્વક ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરી ગયો. પ્રક્ષેપણના 29 દિવસ પછી ચંદ્રયાન 2 એ ચંદ્રમાને કક્ષામાં પ્રવેશ કર્યો છે. ચંદ્રયાન-2 નુ પ્રક્ષેપણ 22 જુલાઈના આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક કેન્દ્ર સાથે કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-2 ચંદ્રમાના સાઉથ પોલમાં 7 સપ્ટેમ્બરના રોજ ઉતરશે. પહેલા 22 દિવસ પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવ્યા પછી 14 જુલાઈના રોજ સવારે 2.21 વાગ્યે તેની છ દિવસની ચંદ્ર યાત્રા શરૂ કરવામાં આવી હતી. ભારતીય અંતરિક્ષ અનુસંધન સંગઠનએ જણાવ્યુ કે ચંદ્રયાન 20 ઓગસ્ટના રોજ ચંદ્રમાંની કક્ષામાં પહોંચી જશે.
22 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાને 23 દિવસ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને 14 ઓગસ્ટે ટ્રાન્સ લ્યૂનર ઓર્બિટમાં પ્રવેશ કર્યો હતો. હવે તે 13 દિવસ ચંદ્રની પ્રદક્ષિણા કરશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. આ સમગ્ર તબક્કો આ મિશનનો સૌથી મુશ્કેલ તબક્કો છે. આ દરમિયાન જ વૈજ્ઞાનિકો અને ચંદ્રયાનની સાચી અગ્નિપરીક્ષા થશે. ઉલ્લેખનીય છે કે, મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ, ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક તથા ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક જેવા ત્રણ સેન્ટર ચંદ્રયાનનું નિરિક્ષણ કરતા હોય છે.
ચંદ્રયાન-2માં ત્રણ મોડયુલ છે. એમાં ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન છે. આનું વજન 3,877 કિલોગ્રામ છે. ઓર્બિટરથી લેન્ડર છૂટું થયા બાદ એ ચંદ્રની ફરતે ગોળ ગોળ ઓર્બિટના બદલે અંડાકાર ઓર્બિટમાં ભ્રમણ કરશે. એના કારણે એક સમયે એનું ચંદ્રથી અંતર 100 કિલોમીટર હશે તો બીજા છેડે એ ઘટીને માત્ર 30 કિલોમીટર થશે. 30 કિલોમીટરવાળા છેડેથી લેન્ડર ચંદ્રની ધરતી પર પહોંચશે. લેન્ડ થતી વખતે એની સ્પીડ ઘણી વધારે હશે. એ સમયે આ સ્પીડ ઘટાડવી પડશે અને એના માટે એમાં રહેલા થ્રસ્ટરોને ઊંધી દિશામાં ચલાવવા પડશે. થ્રસ્ટરની મદદથી સ્પીડ ઓછી કરીને લેન્ડરને ચંદ્ર પર ઉતારવામાં આવશે અને એના માટે સમતળ વિસ્તાર શોધવામાં આવશે. લેન્ડરની અંદર રહેલા રોવરની સ્પીડ પ્રતિ મિનિટ એક સેન્ટિમીટરની છે.
ચંદ્રમા પર ઉ તર્યા પછી રોવર પણ વિક્રમથી અલગ પડી જહે. અને 500 મીટરના દાયરામાં ફરીને તસ્વીરો અન્ય માહિતી એકત્ર કરશે. આ મિશન એ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે કે ચંદ્રમાની દક્ષિણી ધૃવ પર આજ સુધી કોઈ બીજો દેશ પહોંચી શક્યો નથી. વૈજ્ઞાનિકો માટે આ ક્ષેત્ર એકદમ નવો રહ્યો છે. અને ત્યાથી મળનારી માહિતી ચંદ્રમા વિશે લોકોની સમજને બદલી પણ શકે છે. આ મિશનમાં ઘણે એનવી માહિતી મળવાની આશા છે.