હુ ભ્રષ્ટ નથી, કટ્ટર ઈમાનદાર.. કોર્ટમાંથી નિર્દોષ સાબિત થતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કેજરીવાલ, Video
Arvind Kejriwal Gets Bail
દિલ્હી દારૂ નીતિ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે આ કેસ સ્વતંત્ર ભારતમાં તેમની સામેનું સૌથી મોટું રાજકીય કાવતરું હતું. કોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું, "મેં મારા જીવનમાં ફક્ત પ્રામાણિકતા જ કમાઈ છે. ભાજપે મારા પર ખોટા આરોપો લગાવ્યા. આજે કોર્ટે એ પણ જાહેર કર્યું કે કેજરીવાલ અને સિસોદિયા કટ્ટર પ્રમાણિક છે."
AAP ને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
કેજરીવાલે કહ્યુ, ભાજપા લાંબા સમયથી દારૂ ગોટાળા કરી રહી હતી. એ બધુ ખોટુ આજે બેનકાબ થયુ. આજે સત્યની જીત થઈ છે. મને શરૂઆતથી જ ન્યાય પ્રણાલી પર વિશ્વાસ હતો. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એ લોકોએ આમ આદમી પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી.