Amrinder singh- કેપ્ટનનું મોટું એલાન-જાણો પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહએ શુ શુ કહ્યુ

ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (14:40 IST)
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ કાલે અમિત શાહ સાથે મુલાકાત લીધી હતી ત્યારબાદ આજે તેમણે એવું નિવેદન આપ્યું છે હવે તેઓ કોંગ્રેસમાં નહી રહે. જેના કારણે પંજાબના રાજકરાણમાં હટકંપ મચી ઉઠ્યો છે.
 
PM મોદી સાથે પણ કેપ્ટન અમરિંદર કરી શકે છે મુલાકાત. પંજાબના રાજકારણમાં જે હડકંપ મચી ઉઠ્યો છે તે સમાપ્ત થવાનું નામજ નથી લઈ રહ્યો. આજે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે હવે તેઓ કોંગ્રેસમાં નથી રહેવાના. સાથે કહ્યું કે મારી સ્થિતી મે કહી દીધી છે કે હવે હું અપમાન સહન નહી કરી શકું. ઉપરાંત તેમણે કહ્યું કે જે રીતનું મારી સાથે વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય ન હતું. અમરિન્દર સિંઘે કહ્યું કે તે ભલે અત્યારે પંજાબનાં મુખ્યમંત્રી નથી પરંતુ પંજાબ આજે પણ તેમનું જ છે.

કેપ્ટને 18 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી તે પછીની અટકળોનો અંત આવ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યાના એક દિવસ પછી, કેપ્ટને એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "હમણાં હું કોંગ્રેસમાં છું પણ કોંગ્રેસમાં નહીં રહું. હું આ પ્રકારનું વર્તન સહન કરી શકું તેમ નથી." કેપ્ટને કહ્યું કે 50 વર્ષ પછી મારી વિશ્વસનીયતા પર શંકા કરવામાં આવી રહી છે, 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર