આર્મી અધિકારીઓએ જણાવ્યું કે અમર જવાન જ્યોતિને આજે બપોરે નેશનલ વોર મેમોરિયલમાં સળગતી જ્યોતમાં વિલીન કરવામાં આવશે, જે ઈન્ડિયા ગેટની બીજી બાજુથી માત્ર 400 મીટર દૂર સ્થિત છે. તેની પાછળનો તર્ક એ છે કે બે જગ્યાએ જ્યોત (મશાલ) જાળવવી ખૂબ મુશ્કેલ બની રહી છે. સેનાના સૂત્રોનું એમ પણ કહેવું છે કે હવે જ્યારે દેશના શહીદો માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે તો પછી અમર જવાન જ્યોતિ પર અલગ જ્યોત શા માટે પ્રગટાવવામાં આવે.