ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સીંચે સો ઘડા ઋતુ આયે ફલ હોય. તેનો અર્થ છે મનમાં ધીરજ રાખવાથી બધુ પોસિબલ છે. જો કોઈ માળી કોઈ ઝાડને સો ઘડા પાણીથી સીંચવા માંડે તો પણ ફળ તો ઋતુ આવશે ત્યારે જ પાકશે... કહેવાવાળા તો કહીને જતા રહ્યા પણ આજકાલ તેને માનનારુ કોણ છે. પ્રતિસ્પર્ધાવાળા સમયમાં બાળકો માટે વાલીઓ પણ કસાઈ બની રહ્યા છે. જરા વિચારો આટલી ભયંકર ગરમીમા જ્યા પશુ પક્ષી પણ મરી રહ્યા છે. એસી, કુલર, પંખા બધુ જ ફેલ થઈ રહ્યુ છે. તમે તમારી પાંચ વર્ષની બાળકીને હાથ પગ બાંધીને અગાશી પર છોડી દીધી. બાળકો મસ્તી કરે તો માતા પિતા મારે છે વઢે છે પણ એવુ નથી કરતા કે તેનો જીવ જ લઈ લે.